About us
શ્રી સિધ્ધેશ્વરી માતાનુ મંદિર ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે આવેલ છે . જે એક શક્તિપીઠ તરીકે ઓળખાય છે. સિધ્ધેશ્વરી ધામમાં લાખો ભાવિક ભક્તો માતાજીના દર્શાનાર્થે આવેલ ભાવી ભક્તો દર્શનનો લાભ લઈને ધન્ય અનુભવે છે અને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવે છે. આ માતાના ધામમાં પૂર્ણ શાંતિ મળે છે. ભાદરવી પૂનમે માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે . શ્રી સિધ્ધેશ્વરી માતાનું ધામ વિસનગર તાલુકા થી ૧૦ કિ.મી નાં અંતરે આવેલ છે. માતાજીને પ્રસાદ ધરાવવા માટે જેમ કે ચુંદડી , શ્રીફળ , ફોટા , કેસેટો , માળા , નજરીયા , ચપ્પા , કટલરીની વસ્તુ વગેરે. માતાના પરિસદમાં મળશે.